Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 21

યોહાન 21:5-24

Help us?
Click on verse(s) to share them!
5ઈસુ તેઓને કહે છે કે, 'જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?' તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'નથી.'
6તેમણે તેઓને કહ્યું કે, 'હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.' તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો.
8બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ ત્રણસો ફૂટ જેટલે અંતરે હતા.
9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
10ઈસુ તેઓને કહે છે કે, 'તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.'
11તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
12ઈસુ તેઓને કહે છે કે, 'આવો, નાસ્તો કરો.' તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની 'તમે કોણ છે? એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ.
13ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી.
14મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, 'હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુએ તેને કહ્યું કે, 'મારાં ઘેટાંને પાળ.'
16તેઓ બીજી વખત તેને કહે છે કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, 'હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુ તેને કહે છે કે, 'મારાં ઘેટાંઓની સંભાળ રાખ.'
17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?' પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, 'શું તું મારા પર હેત રાખે છે?' અને તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, તમે સર્વ જાણો છો;' તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, 'મારા ઘેટાંને પાળ.'
18હું તને ખાતરીપૂર્વક કહું છું કે, 'જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
21ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, એ માણસનું શું થશે?'
22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.

Read યોહાન 21યોહાન 21
Compare યોહાન 21:5-24યોહાન 21:5-24