Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 1

યોહાન 1:39-51

Help us?
Click on verse(s) to share them!
39તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
40જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
41તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'
42તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, 'તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા એટલે પથ્થર કહેવાશે.'
43બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
44હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
45ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં જેમનાં સબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.'
46નથાનિયેલે તેને પૂછ્યું, 'શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?' ફિલિપ તેને કહે છે કે, 'આવ અને જો.'
47ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, 'જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!'
48નથાનિયેલે ઈસુને કહ્યું કે, 'તમે મને ક્યાંથી ઓળખો છો?' ઈસુએ તેને જવાબ આપ્યો, 'ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.'
49નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'
50ઈસુએ તેને કહ્યું કે, 'મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.'
51ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'

Read યોહાન 1યોહાન 1
Compare યોહાન 1:39-51યોહાન 1:39-51