Text copied!
Bibles in Gujarati

યોહાન 1:39-51 in Gujarati

Help us?

યોહાન 1:39-51 in ગુજરાતી બાઇબલ

39 તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'
42 તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, 'તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા એટલે પથ્થર કહેવાશે.'
43 બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
44 હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં જેમનાં સબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.'
46 નથાનિયેલે તેને પૂછ્યું, 'શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?' ફિલિપ તેને કહે છે કે, 'આવ અને જો.'
47 ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, 'જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!'
48 નથાનિયેલે ઈસુને કહ્યું કે, 'તમે મને ક્યાંથી ઓળખો છો?' ઈસુએ તેને જવાબ આપ્યો, 'ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.'
49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'
50 ઈસુએ તેને કહ્યું કે, 'મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.'
51 ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'
યોહાન 1 in ગુજરાતી બાઇબલ