Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 23

પ્રેરિતોનાં કૃત્યો 23:9-12

Help us?
Click on verse(s) to share them!
9ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યાં, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, 'આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતાં નથી; કદાચને આત્માએ અથવા સ્વર્ગદૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?'
10તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, 'જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.'
11તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, 'હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.'
12દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, 'પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.'

Read પ્રેરિતોનાં કૃત્યો 23પ્રેરિતોનાં કૃત્યો 23
Compare પ્રેરિતોનાં કૃત્યો 23:9-12પ્રેરિતોનાં કૃત્યો 23:9-12