Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 18

પ્રેરિતોનાં કૃત્યો 18:21-28

Help us?
Click on verse(s) to share them!
21પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
22કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
23થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.
24આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે પવિત્રશાસ્ત્રમાં પ્રવીણ હતો, અને એલેકઝાંડ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
25એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
26તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.
27પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો આપોલસનો આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ પ્રભુની કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;
28કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું પવિત્રશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર વાદવિવાદ માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યાં.

Read પ્રેરિતોનાં કૃત્યો 18પ્રેરિતોનાં કૃત્યો 18
Compare પ્રેરિતોનાં કૃત્યો 18:21-28પ્રેરિતોનાં કૃત્યો 18:21-28