Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 8

સભાશિક્ષક 8:6-14

Help us?
Click on verse(s) to share them!
6કેમ કે દરેક પ્રયોજનને માટે યોગ્ય પ્રસંગ અને ન્યાય હોય છે. કેમ કે માણસને માથે ભારે દુઃખ છે.
7માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી. વળી આ પ્રમાણે થશે એવું કોણ કહી શકે?
8આત્માને રોકવાની શક્તિ કોઈ માણસમાં હોતી નથી, અને મૃત્યુકાળ ઉપર તેને સત્તા નથી, યુદ્ધમાંથી કોઈ છૂટી શકતું નથી. અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.
9આ બધું મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તેમાં મેં મારું મન લગાડ્યું છે, એવો એક સમય આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ પર નુકસાનકારક સત્તા ચલાવે છે.
10તેથી મેં દુષ્ટોને દફ્નાવેલા જોયા અને ન્યાયીઓને પવિત્રસ્થાનમાંથી લઈ લેવામાં આવ્યા. અને જ્યાં તેમણે દુષ્ટ કામ કર્યા હતાં ત્યાં દફનાવવામાં આવ્યા. લોકોએ નગરમાં તેમને માન આપ્યું.તેનું સ્મરણ નષ્ટ થયું આ પણ વ્યર્થતા છે.
11તેથી દુષ્ટ કામની વિરુદ્ધ દંડ આપવાની આજ્ઞા જલદીથી અમલમાં મુકાતી નથી. અને તે માટે લોકોનું હૃદય દુષ્ટ કાર્ય કરવામાં સંપૂર્ણ લાગેલું છે.
12જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.
13પણ દુષ્ટોનું ભલું થશે નહિ. અને તેઓનું આયુષ્ય છાયારૂપ થશે. તે દીર્ઘ થશે નહિ. કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખતા નથી.
14દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે અને દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ મળે છે. મેં કહ્યું આ પણ વ્યર્થતા છે.

Read સભાશિક્ષક 8સભાશિક્ષક 8
Compare સભાશિક્ષક 8:6-14સભાશિક્ષક 8:6-14