Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 1

સભાશિક્ષક 1:10-15

Help us?
Click on verse(s) to share them!
10શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે'? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
11ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
12હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
13પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
14પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
15જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!

Read સભાશિક્ષક 1સભાશિક્ષક 1
Compare સભાશિક્ષક 1:10-15સભાશિક્ષક 1:10-15