12તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, 'બિછાનું ઊંચકીને ચાલ,' તે માણસ કોણ છે?”
13પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.
14પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, 'જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.'
15તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, 'જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.'
16તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા.
17પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.'