Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 19

યોહાન 19:17-23

Help us?
Click on verse(s) to share them!
17પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં 'ગલગથા' કહેવાય છે, ત્યાં બહાર ગયા.
18તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.
19પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર ટિંગાળ્યું કે; 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.'
20જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.
21તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો.
22પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'
23સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.

Read યોહાન 19યોહાન 19
Compare યોહાન 19:17-23યોહાન 19:17-23