Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - માર્ક - માર્ક 9

માર્ક 9:32-44

Help us?
Click on verse(s) to share them!
32તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
33તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?'
34પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, 'તેઓમાં મોટો કોણ છે?'
35ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.'
36તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,
37'જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.'
38યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.'
39પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
40કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.'
41કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું ફળ નહિ ગુમાવે.
42જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
43જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે
44તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

Read માર્ક 9માર્ક 9
Compare માર્ક 9:32-44માર્ક 9:32-44