Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - કરિંથીઓને બીજો પત્ર - કરિંથીઓને બીજો પત્ર 13

કરિંથીઓને બીજો પત્ર 13:5-13

Help us?
Click on verse(s) to share them!
5પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી.
6મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.
7હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.
8કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.
9કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
10એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.
11અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.
12પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
13સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.

Read કરિંથીઓને બીજો પત્ર 13કરિંથીઓને બીજો પત્ર 13
Compare કરિંથીઓને બીજો પત્ર 13:5-13કરિંથીઓને બીજો પત્ર 13:5-13