Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 4

યોહાન 4:4-17

Help us?
Click on verse(s) to share them!
4સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું.
5માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
6ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
7એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.'
8(તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, 'હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?' (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.'
11સ્ત્રીએ તેમને કહ્યું કે, 'પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
12અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?'
13ઈસુએ તેને કહ્યું કે, 'જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
14પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી ઝર્યા કરશે.'
15સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.'
16ઈસુએ તેને કહ્યું કે, 'જા, તારા પતિને અહીં બોલાવી લાવ.'
17સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.'

Read યોહાન 4યોહાન 4
Compare યોહાન 4:4-17યોહાન 4:4-17