Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 1

યોહાન 1:23-39

Help us?
Click on verse(s) to share them!
23તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે 'પ્રભુનો માર્ગ તૈયાર કરો,' તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું.”
24ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.
25તેઓએ તેને પૂછ્યું કે, 'જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?'
26યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;
27તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.”
28યર્દનને પેલે પાર બેથાનિયામાં (બેથબારા) જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
29બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
30તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા.
31મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.'
32યોહાને સાક્ષી આપી કે, 'મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા.
33મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.
34મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.'
35વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.
36તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, 'જુઓ, ઈશ્વરનું હલવાન!'
37તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
38ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, 'તમે શું શોધો છો?' તેઓએ તેમને કહ્યું, 'રાબ્બી 'એટલે ગુરુજી,' તમે ક્યાં રહો છો?'
39તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.

Read યોહાન 1યોહાન 1
Compare યોહાન 1:23-39યોહાન 1:23-39