Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 13

પ્રેરિતોનાં કૃત્યો 13:26-38

Help us?
Click on verse(s) to share them!
26ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા તમારામાંના ઈશ્વરનું વચન જાળવનારાઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.
27કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
28મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
29તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
30પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
31અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
32અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
33ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે ગીતશાસ્ત્ર બીજા અધ્યાયમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
34તેમણે-ઈશ્વરે તેમને-ઈસુને મરણમાંથી ઉઠાડયા, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
35એ માટે બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
36કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
37પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
38એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના ઈસુના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.

Read પ્રેરિતોનાં કૃત્યો 13પ્રેરિતોનાં કૃત્યો 13
Compare પ્રેરિતોનાં કૃત્યો 13:26-38પ્રેરિતોનાં કૃત્યો 13:26-38