Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 9

યોહાન 9:9-16

Help us?
Click on verse(s) to share them!
9કેટલાકે કહ્યું, 'હા તે એ જ છે;' બીજાઓએ કહ્યું, 'ના, પણ તે તેના જેવો છે;' પણ તેણે પોતે કહ્યું, 'હું તે જ છું.'
10તેઓએ તેને કહ્યું કે, 'ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?'
11તેણે ઉત્તર આપ્યો કે, 'જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.'
12તેઓએ તેને કહ્યું કે, 'તે ક્યાં છે?' તેણે કહ્યું, 'હું જાણતો નથી.'
13જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, 'તું શી રીતે દેખતો થયો?' તેણે તેઓને કહ્યું કે, 'તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.'
16ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;' પણ બીજાઓએ કહ્યું કે, 'પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?' એમ તેઓમાં બે ભાગલા પડ્યા.

Read યોહાન 9યોહાન 9
Compare યોહાન 9:9-16યોહાન 9:9-16