Text copied!
Bibles in Gujarati

યોહાન 4:17-25 in Gujarati

Help us?

યોહાન 4:17-25 in ગુજરાતી બાઇબલ

17 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.'
18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, 'તારે પતિ નથી'; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
19 સ્ત્રીએ કહ્યું કે. 'પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.'
21 ઈસુએ તેને કહ્યું કે, 'સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
22 જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
23 પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
24 ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'
25 સ્ત્રીએ તેમને કહ્યું કે 'મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.'
યોહાન 4 in ગુજરાતી બાઇબલ