Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 4

યોહાન 4:17-25

Help us?
Click on verse(s) to share them!
17સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.'
18ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, 'તારે પતિ નથી'; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
19સ્ત્રીએ કહ્યું કે. 'પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
20અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.'
21ઈસુએ તેને કહ્યું કે, 'સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
22જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
23પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
24ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'
25સ્ત્રીએ તેમને કહ્યું કે 'મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.'

Read યોહાન 4યોહાન 4
Compare યોહાન 4:17-25યોહાન 4:17-25