Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 8:10-14 in Gujarati

Help us?

ગીતોનું ગીત 8:10-14 in ગુજરાતી બાઇબલ

10 હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
11 સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12 મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
13 હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
14 હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.
ગીતોનું ગીત 8 in ગુજરાતી બાઇબલ