Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 4:8-14 in Gujarati

Help us?

ગીતોનું ગીત 4:8-14 in ગુજરાતી બાઇબલ

8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, ચિત્તાઓના પર્વતોની ગુફામાંથી આવ.
9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તેં મારું હૃદય મોહી લીધું છે તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.
10 મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે! દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે? તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધિત દ્રવ્યો કરતાં કેટલી ઉત્તમ છે.
11 મારી નવવધૂ, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે; તારી જીભ નીચે મધ તથા દૂધ છે; તારા વસ્રોની ખુશ્બો લબાનોનની ખુશ્બો જેવી છે.
12 મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, બંધ કરેલી વાડી; બાંધી દીધેલો ઝરો, બંધ કરી દીધેલો કૂવા જેવી છે.
13 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે. જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે,
14 જટામાસી અને કેસર, મધુર સુગંધી બરુ, તજ અને સર્વ પ્રકારના લોબાનનાં વૃક્ષો, બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધી દ્રવ્યો છે.
ગીતોનું ગીત 4 in ગુજરાતી બાઇબલ