2 તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે, તેઓમાંની કોઈ વાંઝણી નથી.
3 તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે; તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ, તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.
4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
5 હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.
6 સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લોબાનના ડુંગર પર જઈશ.
7 મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે તારામાં કોઈ ખોડ નથી.
8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, ચિત્તાઓના પર્વતોની ગુફામાંથી આવ.