Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 74:10-15 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 74:10-15 in ગુજરાતી બાઇબલ

10 હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?
11 તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
12 તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.
14 તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
15 ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
ગીતશાસ્ત્ર 74 in ગુજરાતી બાઇબલ