Text copied!
Bibles in Gujarati

ગણના 21:9-16 in Gujarati

Help us?

ગણના 21:9-16 in ગુજરાતી બાઇબલ

9 તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.
10 ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી.
11 તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયેઅબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.
12 અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી.
13 ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.
14 માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, “...સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
15 આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ.”
16 ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા.”
ગણના 21 in ગુજરાતી બાઇબલ