Text copied!
Bibles in Gujarati

ગણના 13:1-15 in Gujarati

Help us?

ગણના 13:1-15 in ગુજરાતી બાઇબલ

1 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
2 “કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
3 અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
4 તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાકુરનો દીકરો શામ્મૂઆ.
5 શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
6 યહૂદાના કુળમાંથી, યફુન્નેનો દીકરો કાલેબ.
7 ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
8 એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
9 બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
10 ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
11 યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
12 દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમિયેલ.
13 આશેરના કુળમાંથી, મિખાયેલનો દીકરો સથુર.
14 નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
15 ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
ગણના 13 in ગુજરાતી બાઇબલ