Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના - ગણના 13

ગણના 13:1-15

Help us?
Click on verse(s) to share them!
1પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
2“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
3અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
4તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાકુરનો દીકરો શામ્મૂઆ.
5શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
6યહૂદાના કુળમાંથી, યફુન્નેનો દીકરો કાલેબ.
7ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
8એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
9બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
10ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
11યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
12દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમિયેલ.
13આશેરના કુળમાંથી, મિખાયેલનો દીકરો સથુર.
14નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
15ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.

Read ગણના 13ગણના 13
Compare ગણના 13:1-15ગણના 13:1-15