Text copied!
Bibles in Gujarati

1 રાજઓ 21:10-26 in Gujarati

Help us?

1 રાજઓ 21:10-26 in ગુજરાતી બાઇબલ

10 સભામાં બે અપ્રામાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો.
11 તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝેબેલે, પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યુ.
12 તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડયો.
13 પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.
14 પછી તેઓએ ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.”
15 તેથી જયારે ઇઝેબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષાવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”
16 જયારે આહાબે સાંભળ્યું કે, નાબોથ મૃત્યુ પામ્યો છે ત્યારે તે ઊઠીને યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો.
17 ત્યાર બાદ તિશ્બીના પ્રબોધક એલિયા પાસે યહોવાહનું વચન આવ્યું,
18 “ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષાવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.
19 તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવા એવું કહે છે કે, 'તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવા આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.'”
20 આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.
21 યહોવા કહે છે કે, 'જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
22 હું નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ. કારણ તેં ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચઢાવ્યો છે.'
23 યહોવાહે ઇઝેબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ' યિઝ્રએલના ખેતરોમાં ઇઝેબેલના શરીરને કૂતરાં ખાશે.'
24 નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરાં ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે.”
25 આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝેબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.
26 વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
1 રાજઓ 21 in ગુજરાતી બાઇબલ