Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 8:1-7 in Gujarati

Help us?

સભાશિક્ષક 8:1-7 in ગુજરાતી બાઇબલ

1 બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? પ્રત્યેક વાતનો અર્થ કોણ જાણે છે? માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે, અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે.
2 હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞાનું પાલન કર, વળી ઈશ્વરના સોગનને લક્ષમાં રાખીને તે પાળ.
3 તેની હજૂરમાંથી બહાર જવાને પ્રયત્ન ન કર, ખરાબ વર્તણૂકને વળગી ન રહે. કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે.
4 કેમ કે રાજાનો હુકમ સર્વોપરી છે, તું શું કરે છે એવો પ્રશ્ન તેને કોણ કરી શકે ?
5 જે કોઈ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઈ પણ પ્રકારની શિક્ષા થશે નહિ. બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.
6 કેમ કે દરેક પ્રયોજનને માટે યોગ્ય પ્રસંગ અને ન્યાય હોય છે. કેમ કે માણસને માથે ભારે દુઃખ છે.
7 માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી. વળી આ પ્રમાણે થશે એવું કોણ કહી શકે?
સભાશિક્ષક 8 in ગુજરાતી બાઇબલ