Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 5:2-11 in Gujarati

Help us?

સભાશિક્ષક 5:2-11 in ગુજરાતી બાઇબલ

2 તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે માટે તારા શબ્દો થોડા જ હોય.
3 અતિશય શ્રમની ચિંતાથી સ્વપ્નો આવે છે. અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.
4 જ્યારે તમે ઈશ્વર સમક્ષ માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કેમ કે ઈશ્વર મૂર્ખો પર રાજી હોતા નથી તારી માનતા પૂરી કર.
5 તમે માનતા માનીને તે ન પાળો તેના કરતાં માનતા ન લો તે વધારે ઉચિત છે.
6 તારા મુખને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ન દે, તેમ જ ઈશ્વરના દૂતની સમક્ષ તું એમ કહેતો નહિ કે મારાથી એ ભૂલ થઈ ગઈ. શા માટે તારા બોલવાથી ઈશ્વર કોપાયમાન થાય અને તારા હાથનાં કામનો નાશ કરે?
7 કેમ કે અતિશય સ્વપ્નોથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી એમ થાય છે માટે તું ઈશ્વરનો ડર રાખ.
8 જો ગરીબો પર થતા અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊંધા વાળતા તું જુએ તો તે વાતથી આશ્ચર્ય પામીશ નહિ, કેમ કે ઉંચ્ચ કરતાં જે સર્વોચ્ચ છે તે લક્ષ આપે છે.
9 પૃથ્વીની ઊપજ તો સર્વને માટે છે. અને રાજાને પણ તેના ખેતરથી મદદ મળે છે.
10 રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ. સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.
11 દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે. અને તેથી તેના માલિકને, નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય છે?
સભાશિક્ષક 5 in ગુજરાતી બાઇબલ