Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 11:6-9 in Gujarati

Help us?

સભાશિક્ષક 11:6-9 in ગુજરાતી બાઇબલ

6 સવારમાં બી વાવ; અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.
7 સાચે જ અજવાળું રમણીય છે, અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે.
8 જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે, તો તેણે જીવનના સર્વ દિવસો પર્યંત આનંદ કરવો. પરંતુ તેણે અંધકારનાં દિવસો યાદ રાખવા, કારણ કે તે ઘણાં હશે, જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે.
9 હે યુવાન, તારી યુવાવસ્થાના દિવસોમાં તું આનંદ કર. અને તારી યુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, તથા તારી આંખોની દ્રષ્ટિ મુજબ તું ચાલ. પણ નક્કી તારે યાદ રાખવું કે સર્વ બાબતોનો ઈશ્વર ન્યાય કરશે.
સભાશિક્ષક 11 in ગુજરાતી બાઇબલ