Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 10:8-17 in Gujarati

Help us?

સભાશિક્ષક 10:8-17 in ગુજરાતી બાઇબલ

8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
9 જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
10 જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
11 જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.
12 જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
14 વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
15 મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
16 જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
17 તારો રાજા કુલિન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!
સભાશિક્ષક 10 in ગુજરાતી બાઇબલ