Text copied!
Bibles in Gujarati

લૂક 4:29-43 in Gujarati

Help us?

લૂક 4:29-43 in ગુજરાતી બાઇબલ

29 તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30 પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
32 ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33 ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે,
34 'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!'
35 ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
36 બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, 'આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?'
37 આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
38 સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
39 તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40 સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, 'તમે ઈશ્વરના દીકરા છો!' તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, 'તે ખ્રિસ્ત છે.'
42 દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
43 પણ તેમણે તેઓને કહ્યું કે, 'મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.'
લૂક 4 in ગુજરાતી બાઇબલ