Text copied!
Bibles in Gujarati

લૂક 3:4-14 in Gujarati

Help us?

લૂક 3:4-14 in ગુજરાતી બાઇબલ

4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, 'અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડાટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.
6 સઘળાં મનુષ્યો ઈશ્વરનું ઉદ્ધાર જોશે.'
7 તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8 તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,' કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.'
9 વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે હરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.'
10 લોકોએ યોહાનને પૂછ્યું, 'ત્યારે અમારે શું કરવું?'
11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.'
12 કર ઉઘરાવનારાઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, 'ઉપદેશક, અમારે શું કરવું?'
13 તેણે તેઓને કહ્યું કે, 'જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.'
14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, 'અમારે શું કરવું?' તેણે તેઓને કહ્યું કે, 'જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.'
લૂક 3 in ગુજરાતી બાઇબલ