Text copied!
Bibles in Gujarati

લૂક 23:16-37 in Gujarati

Help us?

લૂક 23:16-37 in ગુજરાતી બાઇબલ

16 માટે હું તેમને થોડી શિક્ષા કરીને છોડી દઈશ.'
17 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
18 પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, 'ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.'
19 એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
20 ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.
21 પણ તેઓએ પોકારીને કહ્યું કે, 'એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.'
22 અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, 'શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.'
23 પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે 'તેમને વધસ્તંભે જડાવો.' અને છેવટે તેઓનું ધાર્યું થયું.
24 અને પિલાતે ફેંસલો કર્યો કે 'તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.'
25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
26 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહારગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
27 લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.
28 પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, 'યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.
29 કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.'
30 ત્યારે તેઓ પહાડોને કહેશે કે, 'અમારા પર પડો'; અને ટેકરાઓને કહેશે કે, અમને દબાવી દો.'
31 કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?
32 બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.
33 ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં.
34 ઈસુએ કહ્યું, 'હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.' ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.
35 લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, 'તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.'
36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,
37 અને કહ્યું કે, 'જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.'
લૂક 23 in ગુજરાતી બાઇબલ