Text copied!
Bibles in Gujarati

લૂક 21:18-27 in Gujarati

Help us?

લૂક 21:18-27 in ગુજરાતી બાઇબલ

18 પણ તેઓથી તમારા માથાનો એક વાળ પણ વાંકો કરી શકાશે નહિ.
19 તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
20 પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાકી ગયો છે.
21 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
22 કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
23 એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત કફોડી થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
24 તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
25 સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
26 દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ખાતરીથી માણસો થાકી જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળામાં આવતા જોશે.
લૂક 21 in ગુજરાતી બાઇબલ