Text copied!
Bibles in Gujarati

લૂક 1:54-65 in Gujarati

Help us?

લૂક 1:54-65 in ગુજરાતી બાઇબલ

54 આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર
55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.'
56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
57 હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
58 તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.
59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
60 પણ તેની માએ તેઓને કહ્યું કે, 'એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.'
61 તેઓએ તેને કહ્યું કે, 'તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.'
62 તેઓએ ઈશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, 'તું તેનું શું નામ પાડવા ચાહે છે?'
63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, 'તેનું નામ યોહાન છે.'
64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
લૂક 1 in ગુજરાતી બાઇબલ