Text copied!
Bibles in Gujarati

લૂક 18:20-43 in Gujarati

Help us?

લૂક 18:20-43 in ગુજરાતી બાઇબલ

20 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.'
21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.'
22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.'
23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
24 ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.'
26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?'
27 પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'
28 પિતરે કહ્યું કે, 'જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.'
29 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
30 તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.'
31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,' જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
32 કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
33 વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.'
34 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
35 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
36 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, 'આ શું હશે?'
37 તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.'
38 તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.'
39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે 'ચૂપ રહે;' પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, 'દાઉદના દીકરા, મારા પર દયા કરો.'
40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
41 'હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?' તેણે કહ્યું કે, 'પ્રભુ હું દ્રષ્ટિ પામું.
42 ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,'
43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી.
લૂક 18 in ગુજરાતી બાઇબલ