41 પિતરે કહ્યું કે, 'પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહે છે?'
42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?
43 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.