Text copied!
Bibles in Gujarati

યોહાન 9:7-20 in Gujarati

Help us?

યોહાન 9:7-20 in ગુજરાતી બાઇબલ

7 તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે 'મોકલેલા' ના હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
8 પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, 'જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?'
9 કેટલાકે કહ્યું, 'હા તે એ જ છે;' બીજાઓએ કહ્યું, 'ના, પણ તે તેના જેવો છે;' પણ તેણે પોતે કહ્યું, 'હું તે જ છું.'
10 તેઓએ તેને કહ્યું કે, 'ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?'
11 તેણે ઉત્તર આપ્યો કે, 'જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.'
12 તેઓએ તેને કહ્યું કે, 'તે ક્યાં છે?' તેણે કહ્યું, 'હું જાણતો નથી.'
13 જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14 હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15 માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, 'તું શી રીતે દેખતો થયો?' તેણે તેઓને કહ્યું કે, 'તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.'
16 ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;' પણ બીજાઓએ કહ્યું કે, 'પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?' એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
17 ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, 'તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'તે પ્રબોધક છે.'
18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19 તેઓએ તેમને પૂછ્યું કે, 'શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?'
20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, 'તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
યોહાન 9 in ગુજરાતી બાઇબલ