Text copied!
Bibles in Gujarati

યોહાન 9:26-39 in Gujarati

Help us?

યોહાન 9:26-39 in ગુજરાતી બાઇબલ

26 ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?'
27 તેણે તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?'
28 ત્યારે તેઓએ તેની મશ્કરી કરતાં કહ્યું કે, 'તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.'
30 તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
31 આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
32 સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.
33 જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.'
34 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?' પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
35 તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, 'તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?'
36 તેણે ઉત્તર આપ્યો કે, 'હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?'
37 ઈસુએ તેને કહ્યું કે, 'તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.'
38 તેણે કહ્યું કે, 'પ્રભુ, હું વિશ્વાસ કરું છું.' પછી તેણે તેમનું ભજન કર્યું.
39 ઈસુએ કહ્યું કે, 'જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.'
યોહાન 9 in ગુજરાતી બાઇબલ