Text copied!
Bibles in Gujarati

યોહાન 9:13-24 in Gujarati

Help us?

યોહાન 9:13-24 in ગુજરાતી બાઇબલ

13 જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14 હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15 માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, 'તું શી રીતે દેખતો થયો?' તેણે તેઓને કહ્યું કે, 'તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.'
16 ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;' પણ બીજાઓએ કહ્યું કે, 'પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?' એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
17 ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, 'તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'તે પ્રબોધક છે.'
18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19 તેઓએ તેમને પૂછ્યું કે, 'શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?'
20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, 'તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
21 પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે જુવાન છે; તેને પૂછો, તે પોતે કહેશે.'
22 તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, 'તે ખ્રિસ્ત છે' એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, 'તે પુખ્તવયનો છે, તેને પૂછો.'
24 તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, 'ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.'
યોહાન 9 in ગુજરાતી બાઇબલ