Text copied!
Bibles in Gujarati

યોહાન 7:9-28 in Gujarati

Help us?

યોહાન 7:9-28 in ગુજરાતી બાઇબલ

9 ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
10 પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
11 ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, 'તે ક્યાં છે?'
12 તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, 'તે સારો માણસ છે;' બીજાઓએ કહ્યું કે, 'એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.'
13 તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.
14 પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.
15 ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?'
16 માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
17 જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
18 જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.
19 શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?'
20 લોકોએ જવાબ આપ્યો કે, 'તારામાં ભૂત છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?'
21 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.
22 આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.
23 મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
24 દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.'
25 ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, 'જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
26 પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
27 તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.'
28 એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, 'તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
યોહાન 7 in ગુજરાતી બાઇબલ