Text copied!
Bibles in Gujarati

યોહાન 7:1-7 in Gujarati

Help us?

યોહાન 7:1-7 in ગુજરાતી બાઇબલ

1 અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
2 હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
3 માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, 'અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.'
5 કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
6 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.
7 જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.
યોહાન 7 in ગુજરાતી બાઇબલ