Text copied!
Bibles in Gujarati

યોહાન 6:2-18 in Gujarati

Help us?

યોહાન 6:2-18 in ગુજરાતી બાઇબલ

2 ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?'
6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
7 ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
9 'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
10 ઈસુએ કહ્યું કે, 'લોકોને બેસાડો.' તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
11 ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું.
12 તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.'
13 માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
14 માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, 'જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.'
15 લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
16 સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
17 હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
18 ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
યોહાન 6 in ગુજરાતી બાઇબલ