Text copied!
Bibles in Gujarati

યોહાન 5:39-46 in Gujarati

Help us?

યોહાન 5:39-46 in ગુજરાતી બાઇબલ

39 તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.
40 અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
41 હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી.
42 પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
43 હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો.
44 તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?
45 હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસાનું નિયમશાસ્ત્ર છે, તેના પર તમે ભરોસો રાખો છો.
46 કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે.
યોહાન 5 in ગુજરાતી બાઇબલ