Text copied!
Bibles in Gujarati

યોહાન 4:6-13 in Gujarati

Help us?

યોહાન 4:6-13 in ગુજરાતી બાઇબલ

6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
7 એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.'
8 (તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, 'હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?' (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.'
11 સ્ત્રીએ તેમને કહ્યું કે, 'પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
12 અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?'
13 ઈસુએ તેને કહ્યું કે, 'જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
યોહાન 4 in ગુજરાતી બાઇબલ