Text copied!
Bibles in Gujarati

યોહાન 4:48-53 in Gujarati

Help us?

યોહાન 4:48-53 in ગુજરાતી બાઇબલ

48 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.'
49 તે અધિકારીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.'
50 ઈસુ તેને કહે છે કે, 'ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.' જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
51 તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે.'
52 તેણે તેઓને પૂછ્યું કે, 'કયા સમયથી તે સાજો થવા લાગ્યો?' ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.'
53 તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે' તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
યોહાન 4 in ગુજરાતી બાઇબલ