Text copied!
Bibles in Gujarati

યોહાન 4:35-45 in Gujarati

Help us?

યોહાન 4:35-45 in ગુજરાતી બાઇબલ

35 તમે શું નથી કહેતાં કે, 'ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, 'તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
36 જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવનના ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.
37 કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, 'એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.'
38 જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.'
39 જે સ્ત્રીએ સાક્ષી આપી કે, 'મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,' તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
40 સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, 'તમે આવીને અમારી સાથે રહો;' અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
41 તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;
42 તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, 'હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.'
43 બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.
44 કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, 'પ્રબોધકને પોતાના પિતાના વાતનમાં કંઈ માન નથી.'
45 જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
યોહાન 4 in ગુજરાતી બાઇબલ