Text copied!
Bibles in Gujarati

યોહાન 4:1-17 in Gujarati

Help us?

યોહાન 4:1-17 in ગુજરાતી બાઇબલ

1 હવે પ્રભુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
2 (ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા),
3 ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
4 સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું.
5 માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
7 એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.'
8 (તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, 'હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?' (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.'
11 સ્ત્રીએ તેમને કહ્યું કે, 'પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
12 અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?'
13 ઈસુએ તેને કહ્યું કે, 'જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
14 પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી ઝર્યા કરશે.'
15 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.'
16 ઈસુએ તેને કહ્યું કે, 'જા, તારા પતિને અહીં બોલાવી લાવ.'
17 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.'
યોહાન 4 in ગુજરાતી બાઇબલ