Text copied!
Bibles in Gujarati

યોહાન 2:7-13 in Gujarati

Help us?

યોહાન 2:7-13 in ગુજરાતી બાઇબલ

7 ઈસુએ તેઓને કહ્યું, 'તે કુંડાંઓમાં પાણી ભરો.' એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
8 પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.' અને તેઓ લઈ ગયા.
9 જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,
10 કહ્યું, 'દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.'
11 ઈસુએ પોતાના અદભુત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
12 ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.
13 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.
યોહાન 2 in ગુજરાતી બાઇબલ