Text copied!
Bibles in Gujarati

યોહાન 21:11-25 in Gujarati

Help us?

યોહાન 21:11-25 in ગુજરાતી બાઇબલ

11 તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
12 ઈસુ તેઓને કહે છે કે, 'આવો, નાસ્તો કરો.' તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની 'તમે કોણ છે? એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ.
13 ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી.
14 મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, 'હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુએ તેને કહ્યું કે, 'મારાં ઘેટાંને પાળ.'
16 તેઓ બીજી વખત તેને કહે છે કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, 'હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુ તેને કહે છે કે, 'મારાં ઘેટાંઓની સંભાળ રાખ.'
17 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?' પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, 'શું તું મારા પર હેત રાખે છે?' અને તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, તમે સર્વ જાણો છો;' તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, 'મારા ઘેટાંને પાળ.'
18 હું તને ખાતરીપૂર્વક કહું છું કે, 'જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
19 હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
20 ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
21 ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, એ માણસનું શું થશે?'
22 ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
23 તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
24 જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.
25 ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
યોહાન 21 in ગુજરાતી બાઇબલ