Text copied!
Bibles in Gujarati

યોહાન 20:19-25 in Gujarati

Help us?

યોહાન 20:19-25 in ગુજરાતી બાઇબલ

19 તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ થાઓ.'
20 એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
21 ઈસુએ ફરી તેઓને કહ્યું કે, 'તમને શાંતિ હો;' જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું.
22 પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, 'તમે પવિત્ર આત્મા પામો.
23 જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.'
24 જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો.
25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, 'અમે પ્રભુને જોયા છે.' તેણે તેઓને કહ્યું કે, 'તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.'
યોહાન 20 in ગુજરાતી બાઇબલ